કારતક કેમ જાશે વાલા રે?
kartak kem jashe wala re?
કારતક કેમ જાશે વાલા રે?
મહીનો દાણી કોણ થાશે રે .....જમના જવાદો પાણી રે!
માગરશ મકરની રાતુ રે!
વાલા મારે મેલા મધુવાટે રે .....જમના જવાદો પાણી રે!
પોસે સોસ પડા અમને રે!
પ્રભુજી શું કહીયે તમને રે? .....જમના જવાદો પાણી રે!
માહે મન મારૂ મોહ્યું રે!
શામળીયે સનમુખ જોયું રે! .....જમના જવાદો પાણી રે!
ફાગણ ફેર ફેર હોળી રે!
ચૂંદડી મારી કેસુડે રોલી રે! .....જમના જવાદો પાણી રે!
ચૈત્રે ચીંત કરતો ચાળા રે!
ઘેર આવો મીઠી મોરલીવાલા રે! .....જમના જવાદો પાણી રે!
વૈશક વાવલીયા વાયા રે!
ગોરી તારો નવહલીયો નવો રે! .....જમના જવાદો પાણી રે!
જેઠે જુગજીવન નાવ્યા રે!
સંદેશો કોઈ ન લાવ્યા રે! .....જમના જવાદો પાણી રે!
અસાડી મોરલીયા બોલે રે!
પ્રભુજી તે ના બેતમ તોલે રે! .....જમના જવાદો પાણી રે!
શ્રાવણ સરવડીયે વરસે રે!
વાલો મારો મથુરા જઈ વસે રે! .....જમના જવાદો પાણી રે!
kartak kem jashe wala re?
mahino dani kon thashe re jamna jawado pani re!
magrash makarni ratu re!
wala mare mela madhuwate re jamna jawado pani re!
pose sos paDa amne re!
prabhuji shun kahiye tamne re? jamna jawado pani re!
mahe man maru mohyun re!
shamliye sanmukh joyun re! jamna jawado pani re!
phagan pher pher holi re!
chundDi mari kesuDe roli re! jamna jawado pani re!
chaitre cheent karto chala re!
gher aawo mithi morliwala re! jamna jawado pani re!
waishak wawliya waya re!
gori taro nawahliyo nawo re! jamna jawado pani re!
jethe jugjiwan nawya re!
sandesho koi na lawya re! jamna jawado pani re!
asaDi morliya bole re!
prabhuji te na betam tole re! jamna jawado pani re!
shrawan sarawDiye warse re!
walo maro mathura jai wase re! jamna jawado pani re!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 104)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963