juthDi kaya, rani - Lokgeeto | RekhtaGujarati

જૂઠડી કાયા, રાણી

juthDi kaya, rani

જૂઠડી કાયા, રાણી

જૂઠડી કાયા, રાણી, જૂઠાં ના બોલો જી,

વઢશે તુને તારો ઘડનારો...........રે!

આંયા પદારથ મોટામોટા પામ્યા જી,

ભજન કરી લે તું દીનાનાથ.

માતાપિતાની તને લાલચ લાગી,

ત્રિયાના બોલડે બંધાણો રે—જૂઠડી કાયા.

જાણે જુગતમાં વેલા સુધરજો જી,

ભજન કરી લે તું દીનાનાથ.

દૂધ પૂતર ને અંધન લખમી,

એ...શે ફળસે તારી સેવા રે—જૂઠડી કાયા.

અંતકાલે જાવું છે એકલા,

કોઈએ મરમ નૈં જાણ્યો રે—જૂઠડી કાયા.

ભૂમિ પર એવા એવા વિયા ગયા,

હાથી—ઘોડાના ચડનારા,

દલ ભીતર ગુણ ગાય નથુરામ,

આંયા નથી કોઈ રે’વાનું રે—જૂઠડી કાયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963