જુગના આધાર
jugna adhar
નહિ આવું હો નંદજીના લાલ, કે મહીડા મારાં રે;
તમે અગળા રિયો વિઠ્ઠલરાય, કે એ નઈં તારાં રે.
કા’ના, કાંકરડી મત માર, કે વાલમ, વાગે છે;
મારે માથે છે મહી રસ ભાર, કે ગોરસ ગહેંકે છે.
કા’ના, એકલડી ન જાણ્ય, કે સહિયરૂની ટોળી રે.
તારે રમવા મંડળમાં રાસ, કે કરવી લીલા રે,
મારે ચડવું છે ગઢ ગિરનાર, કે ગોમતીમાં નાવાં રે.
મને મળિયો મોહનજીલાલ, કે બાળ બ્રહ્મચારી રે.
તમે જીત્યા, જુગના આધાર, કે હું હવે હારી રે.
nahi awun ho nandjina lal, ke mahiDa maran re;
tame agla riyo withthalray, ke e nain taran re
ka’na, kankarDi mat mar, ke walam, wage chhe;
mare mathe chhe mahi ras bhaar, ke goras gahenke chhe
ka’na, ekalDi na janya, ke sahiyruni toli re
tare ramwa manDalman ras, ke karwi lila re,
mare chaDawun chhe gaDh girnar, ke gomtiman nawan re
mane maliyo mohanjilal, ke baal brahamchari re
tame jitya, jugna adhar, ke hun hwe hari re

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968