jitoli re jitoli - Lokgeeto | RekhtaGujarati

જીતોલી રે જીતોલી

jitoli re jitoli

જીતોલી રે જીતોલી

જીતોલી રે જીતોલી, જ્યાં મેલું ત્યાં,

મધરાતું રે’જે રે, મદની જીતોલી!

મીતલી ગામને ચોરે રાતું રે’જે રે,

મદની જીતોલી!

મીતલી ગામને ચોરે સપણા ઊઠે રે,

મદની જીતોલી!

પીંપળી ગામને ચોરે થાળિયું ઉઠે રે,

મદની જીતોલી!

મીતલી ગામને ચોરે કોડિયા ઊડે રે,

મદની જીતોલી!

પીંપળી ગામને ચોરે તાહળા ઊડે રે,

મદની જીતોલી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 292)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957