jhallana jhumbese - Lokgeeto | RekhtaGujarati

ઝલ્લાના ઝુંબેસે

jhallana jhumbese

ઝલ્લાના ઝુંબેસે

હેલ્લે ઝુંબેસે

ઝલ્લાના ઝુંબેસે—

નાખમાં સોનાની વારી

સોનેમાં રૂપે જડાવી—ઝલ્લાના ઝુંબેસે.

ભઈરા નાગર કોટવાળી—ઝલ્લાના ઝુંબેસે.

કોટવાળીના ધનરાજા—ઝલ્લાના ઝુંબેસે.

હવાઈ સુરતીનું બંદર—ઝલ્લાના ઝુંબેસે.

તાપીના મીઠાના પાણી—ઝલ્લાના ઝુંબેસે.

સુરતના તો એવાં લોક—ઝલ્લાના ઝુંબેસે.

તાપી ભરે મારે ફોક—ઝલ્લાના ઝુંબેસે.

કેડમાંની તો સાંકળી—ઝલ્લાના ઝુંબેસે.

રૂપે ઘડી વાંકડી—ઝલ્લાના ઝુંબેસે.

કેડમાં તૂણીઉ વારી ભાઈ—ઝલ્લાના ઝુંબેસે.

માઢણ પાહી માણે ભાઈ—ઝલ્લાના ઝુંબેસે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957