jhallai - Lokgeeto | RekhtaGujarati

ઝલ્લાઈ

jhallai

ઝલ્લાઈ

આખર તો વાડી છે—ઝલ્લાઈ.

વિલિયાની વાડી છે—ઝલ્લાઈ.

વેલીમાં લાણી રે—ઝલ્લાઈ.

ચાલવા લાગી રે—ઝલ્લાઈ.

ઊંડાનાં પાણી રે—ઝલ્લાઈ.

ઊંડામાં દરિયા રે—ઝલ્લાઈ.

જાવાના ખાલી રે—ઝલ્લાઈ.

પાલવ પડીઆ રે—ઝલ્લાઈ.

પોંચી પાલવડી રે—ઝલ્લાઈ.

ખંભાતની ખેતી રે—ઝલ્લાઈ.

બંદર ખંભાતમાં રે—ઝલ્લાઈ.

લાંયે લાંબી ખાડી રે—ઝલ્લાઈ.

લંબાઈનું લાંબુ રે—ઝલ્લાઈ.

વારી મખીયા જાંબું રે—ઝલ્લાઈ.

મખ્યા મદીના રે—ઝલ્લાઈ.

ભઈરા ખજૂર રે—ઝલ્લાઈ.

ખજૂરનું ખોટું રે—ઝલ્લાઈ.

ખેલડિયે ભૂંડે રે—ઝલ્લાઈ.

લાલીનાએ જોબન જોયું રે—ઝલ્લાઈ.

જોબન કરાડી જોયું રે—ઝલ્લાઈ.

માઈરા મલબારી રે—ઝલ્લાઈ.

લોજ થયાના રે—ઝલ્લાઈ.

લોજ બીબીના રે—ઝલ્લાઈ.

કણાર સીંધીના રે—ઝલ્લાઈ.

સીંધી હલાલી રે—ઝલ્લાઈ.

સાંખર બંગાલી રે—ઝલ્લાઈ.

બંગા તે મારા લિયા—ઝલ્લાઈ.

વાણેમેં કીલમી સાંહી—ઝલ્લાઈ.

વીરાના પરથાણાની સાંહી—ઝલ્લાઈ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957