કૃષ્ણના ચૂડલા
krishnna chuDla
એવાં રૂડાં કદમ કેરાં ઝાડવાં,
એવાં રૂડાં જમનાંજીનાં નીર રે,
કે મેં તો પે’ર્યા શ્રીકૃષ્ણના ચૂડલા.
એવું ગોકુલ અમારૂં સાસરૂં;
એવો કંથ કોડીલો કા’ન રે;
કે મેં તો પેર્યા શ્રીકૃષ્ણ ચૂડલા.
એવા સસરા મારા નંદરાયજી,
એવાં સાસુ જશોદા માત રે;
કે મેં તો પે’ર્યા શ્રીકૃષ્ણના ચૂડલા.
એવા રાય રે ભ્રખુની હું દીકરી,
એવાં રાધાજી મારાં નામ રે;
કે મેં તો પે’ર્યા શ્રીકૃષ્ણના ચૂડલા.
એવાં અજોધામાં સૂતર કાંતિયાં,
એવી વ્રજમાં પે’રી વરમાળ રે;
કે મેં તો પે’ર્યા શ્રીકૃષ્ણના ચૂડલા.
એવા મથુરામાં દાંત વેડાવિયા,
એવા રંગ્યા ગોકુળિયે ગામ રે;
કે મેં તો પે’ર્યા શ્રીકૃષ્ણના ચૂડલા.
ewan ruDan kadam keran jhaDwan,
ewan ruDan jamnanjinan neer re,
ke mein to pe’rya shrikrishnna chuDla
ewun gokul amarun sasrun;
ewo kanth koDilo ka’na re;
ke mein to perya shrikrishn chuDla
ewa sasra mara nandrayji,
ewan sasu jashoda mat re;
ke mein to pe’rya shrikrishnna chuDla
ewa ray re bhrakhuni hun dikri,
ewan radhaji maran nam re;
ke mein to pe’rya shrikrishnna chuDla
ewan ajodhaman sutar kantiyan,
ewi wrajman pe’ri warmal re;
ke mein to pe’rya shrikrishnna chuDla
ewa mathuraman dant weDawiya,
ewa rangya gokuliye gam re;
ke mein to pe’rya shrikrishnna chuDla
ewan ruDan kadam keran jhaDwan,
ewan ruDan jamnanjinan neer re,
ke mein to pe’rya shrikrishnna chuDla
ewun gokul amarun sasrun;
ewo kanth koDilo ka’na re;
ke mein to perya shrikrishn chuDla
ewa sasra mara nandrayji,
ewan sasu jashoda mat re;
ke mein to pe’rya shrikrishnna chuDla
ewa ray re bhrakhuni hun dikri,
ewan radhaji maran nam re;
ke mein to pe’rya shrikrishnna chuDla
ewan ajodhaman sutar kantiyan,
ewi wrajman pe’ri warmal re;
ke mein to pe’rya shrikrishnna chuDla
ewa mathuraman dant weDawiya,
ewa rangya gokuliye gam re;
ke mein to pe’rya shrikrishnna chuDla



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968