ghelan kidhan - Lokgeeto | RekhtaGujarati

ઘેલાં કીધાં

ghelan kidhan

ઘેલાં કીધાં

મારા વનડાની વાત કોને કહીએ.

ગોવાળિયે ઘેલાં રે કીધાં.

મનડાં ચોરી ગ્યો, ને ઊંઘ ઊડાડી ગ્યો.

રાત આખી રોઈ રોઈ, ભાનુ ઊગી ગ્યો.

ગોવાળિયે ઘેલાં રે કીધાં.

વગર વાંકે શીદ ઘેલાં રે કીધાં?

વા’લે મોહની લગાડી છેહ દીધા;

ગોવાળિયે ઘેલાં રે કીધાં.

ઊંઘ આવે, ને ભોજન ભાવે,

વા’લો નિરદે થયો છે બહુ ભારે,

ગોવાળિયે ઘેલાં રે કીધાં.

પ્રેમે પાગલ કરી દીધાં અમને,

કહે સખી, ક્યાં જઈને કહીએ?

ગોવાળિયે ઘેલાં રે કીધાં.

સખી, કોઈ ગોતી લાવે મારો ચિતચોર,

તેને આપું હું મારો નવલખો હાર;

ગોવાળિયે ઘેલાં રે કીધાં.

રંગીલો રાજકુંવર જશોદાનો બાળ,

દર્શન દેખીને રાખું હૈયાની માંય;

ગોવાળિયે ઘેલાં રે કીધાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968