aawya ashayen - Lokgeeto | RekhtaGujarati

આવ્યા આશાયેં

aawya ashayen

આવ્યા આશાયેં

આવ્યાં આશાયેં, અમને રાખ્યાં વિસવાસેં,

જનનીના પ્રાણ તો મારા પ્રભુજીને પાસેં.

અમારે ને કરમેં અકરૂર ક્યાંથી ને આવ્યા?

દઈને ગયા છે ધારણ ધીર રે ગોપી,

જનનીના પ્રાણ તો મારા પ્રભુજીને પાસેં.

કેશરી ભૂખ્યો ઓધા, ઘાસ ચાખે,

જનનીના પ્રાણ તો મારા પ્રભુજીને પાસેં

જલ વિના મીન ગોપી ઘડી યે રે’તું,

જનનીના પ્રાણ તો મારા પ્રભુજીને પાસેં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968