janDi teDi jay - Lokgeeto | RekhtaGujarati

જાનડી તેડી જાય

janDi teDi jay

જાનડી તેડી જાય

તૈણ નગરની, તૈણ ચંદરની, તૈણ સૂરજની,

એક જાનડી તેડી જાય...

કડલાં હું તો નય પે’રું, મારા હાંકળા સડોસડ,

હાંકળાં સડોસડ, મારા ઝાંઝરા તડોતડ

તૈણ નગરની, તૈણ ચંદરની, તૈણ સૂરજની,

એક જાનડી તેડી જાય...

કડું હું તો નય પે’રું, મારી લોકીટ સડોસડ;

લોકીટ સડોસડ, મારા છડા તડોતડ;

તૈણ નગરની, તૈણ ચંદરની, તૈણ સૂરજની,

એક જાનડી તેડી જાય...

કાંબિયું હું તો નય પે’રું, મારી કંઠી સડોસડ;

કંઠી સડોસડ, મારી બેડિયું તડોતડ,

તૈણ નગરની, તૈણ ચંદરની, તૈણ સૂરજની,

એક જાનડી તેડી જાય...

હાંહલડી હું તો નય પે’રું, મારા ટોંપિયા સડોસડ,

ટોંપિયા સડોસડ, મારી ડોઘકડી તડોતડ;

તૈણ નગરની, તૈણ ચંદરની, તૈણ સૂરજની,

એક જાનડી તેડી જાય...

વાળિયું હું તો નય પે’રું, મારા દાણિયા સડોસડ;

દાણિયા સડોસડ, મારું ઠોળિયું તડોતડ;

તૈણ નગરની, તૈણ ચંદરની, તૈણ સૂરજની;

એક જાનડી તેડી જાય...

મોમનો હું તો નય પે’રું, મારી રામનોમી સડોસડ;

રામનોમી સડોસડ, મારી નખલી તડોતડ;

તૈણ નગરની, તૈણ ચંદરની, તૈણ સૂરજની,

એક જાનડી તેડી જાય...

રસપ્રદ તથ્યો

આ ગીત વિરમગામ તાલુકાના કરકથળ ગામનાં રતનબેન પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968