hun to hungoDe talaw - Lokgeeto | RekhtaGujarati

હું તો હુંગોડે તળાવ

hun to hungoDe talaw

હું તો હુંગોડે તળાવ

હું તો હુંગોડે તળાવ પાણી ગઈતી રે (2)

હું તો ઈકે હીંગડુ દેખી આવી રે (2)

પરણ્યા ઈકે હીંગુંડું લઈ આલો રે (2)

મને એકે હીંગુંડે રડ લાગી રે (2)

તારી આઈ વેસી દે તારો બાપ વેસી દે (2)

પરણ્યા એકે હીંગુડું લઈ આલો રે (2)

તારી બુન વેસી દે, તારો ભાઈ વેસી દે (2)

પરણ્યા ઈકે હીંગુડું લઈ આલો રે (2)

તારું ઘેર વેસી દે, તારું બાર વેસી દે (2)

તારા ઢોર વેસી દે, તોરાં ઢાંખર વેસી દે (2)

પરણ્યા ઈકે હીંગુડું, લઈ આલો રે (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957