hele jhalla - Lokgeeto | RekhtaGujarati

હેલે ઝાલ્લા

hele jhalla

હેલે ઝાલ્લા

સુમ્ણાં સુમ્ણાં હોય રે, હેલે ઝાલ્લા!

મામો તો લાવે ટોપરાં, હેલે ઝાલ્લા!

કોપણાં તો કોયેલાં, હેલે ઝાલ્લા!

મામીને મોયે મોયેલાં, હેલે ઝાલ્લા!

મામી કે’ છે દીવો ધર, હેલે ઝાલ્લા!

દીવો ધરતાં વાર છે, હેલે ઝાલ્લા!

મોટીનો જમકાર છે, હેલે ઝાલ્લા!

ભાવનગર જાવા દે, હેલે ઝાલ્લા!

શેર સૂનું લાવવા દે, હેલે ઝાલ્લા!

શેર સોનું તો ઓટલે, હેલે ઝાલ્લા!

તે મામીને ચોટલે, હેલે ઝાલ્લા!

તે ચોટલામાં ઠીકરું, હેલે ઝાલ્લા!

તે મામીનું દીકરું, હેલે ઝાલ્લા!

દીકરું દીકરું દિવાળી, હેલે ઝાલ્લા!

સોનાની ઘાઘરી સિવાડી, હેલે ઝાલ્લા!

આજ દિવાળી, કાલ દિવાળી, હેલે ઝાલ્લા!

પરમ દિવસે શેર સીવાડી, હેલે ઝાલ્લા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 285)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957