હરિનો માંડવો
harino manDwo
મારે જોવા હરિના માંડવા રે લોલ,
માંડવે રે લીલાં તોરણ બાંધિયાં રે લોલ;
મારે જોવા હરિના માંડવા રે લોલ.
માંડવે રે કોણ કોણ બીરાજિયાં રે લોલ;
માંડવે બીરાજે તેંત્રીસ કરોડ દેવતા રે લોલ.
જોવા આવ્યા રે બ્રહ્મા, વિષ્ણુ ને મા’દેવજી રે લોલ.
સાથે ભરમાણી, લક્ષ્મી ને પારવતી લાવિયાં રે લોલ,
મારે જોવા હરિના માંડવા રે લોલ.
માંડવા જોવાને ઇન્દ્રદેવ આવિયા રે લોલ,
સાથે ઇંદ્રાણીને તેડી લાવિયા રે લોલ;
મારે જોવા હરિના માંડવા રે લોલ.
માંડવા જોવાને શંકર આવિયા રે લોલ,
સાથે પાર્વતીને તેડી લાવિયા રે લોલ;
મારે જોવા હરિના માંડવા રે લોલ.
માંડવા જોવાને રામચંદ્ર આવિયા રે લોલ,
સાથે માતા સીતાને તેડી લાવિયા રે લોલ;
મારે જોવા હરિના માંડવા રે લોલ.
દ્વારકાંથી રણછોડરાય આવિયા રે લોલ,
સાથે રૂખમણીને તેડી લાવિયા રે લોલ;
મારે જોવા હરિના માંડવા રે લોલ.
mare jowa harina manDwa re lol,
manDwe re lilan toran bandhiyan re lol;
mare jowa harina manDwa re lol
manDwe re kon kon birajiyan re lol;
manDwe biraje tentris karoD dewta re lol
jowa aawya re brahma, wishnu ne ma’dewji re lol
sathe bharmani, lakshmi ne parawti lawiyan re lol,
mare jowa harina manDwa re lol
manDwa jowane indrdew awiya re lol,
sathe indranine teDi lawiya re lol;
mare jowa harina manDwa re lol
manDwa jowane shankar awiya re lol,
sathe parwtine teDi lawiya re lol;
mare jowa harina manDwa re lol
manDwa jowane ramchandr awiya re lol,
sathe mata sitane teDi lawiya re lol;
mare jowa harina manDwa re lol
dwarkanthi ranchhoDray awiya re lol,
sathe rukhamnine teDi lawiya re lol;
mare jowa harina manDwa re lol
mare jowa harina manDwa re lol,
manDwe re lilan toran bandhiyan re lol;
mare jowa harina manDwa re lol
manDwe re kon kon birajiyan re lol;
manDwe biraje tentris karoD dewta re lol
jowa aawya re brahma, wishnu ne ma’dewji re lol
sathe bharmani, lakshmi ne parawti lawiyan re lol,
mare jowa harina manDwa re lol
manDwa jowane indrdew awiya re lol,
sathe indranine teDi lawiya re lol;
mare jowa harina manDwa re lol
manDwa jowane shankar awiya re lol,
sathe parwtine teDi lawiya re lol;
mare jowa harina manDwa re lol
manDwa jowane ramchandr awiya re lol,
sathe mata sitane teDi lawiya re lol;
mare jowa harina manDwa re lol
dwarkanthi ranchhoDray awiya re lol,
sathe rukhamnine teDi lawiya re lol;
mare jowa harina manDwa re lol



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 72)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968