hanumanjino rasDo 3 - Lokgeeto | RekhtaGujarati

હનુમાનજીનો રાસડો - ૩

hanumanjino rasDo 3

હનુમાનજીનો રાસડો - ૩

તું મારો ખરો સપૈઈ હનુમાનજી, તું મારો ખરો સપૈઈ જી.

માતા અગ્નિએ જ્યારે જલમ દીધો, તારા મુખમાં સૂરજ સપઈ,

બાગ બગીચા લઈ પરજાળ્યાં, બાગ બગીચા...

ધન તોરી અંજની મૈયા.

તું મારો ખરો સપૈઈ હનુમાનજી, તું મારો ખરો સપૈઈ જી

કિયા જઈ કાંકણ ગઢ તોડિયા, રાવણ જુદ્ધ કરઈ રે જી

કુનકા દેવીને તેં પાછી હઠાડી, તારે બાન પકડ ગઈ લાલજી

તું મારો ખરો સપૈઈ હનુમાનજી, તું મારો ખરો સપૈઈ જી.

અઢાર પદમમાં હનુમાન જાતિ બારબાર મૂછ સવઈ

લંકા જૈસા કામ જિતાડ્યા, ત્યારે ઊઠી મળ્યા દો ભઈ

તું મારો ખરો સપૈઈ હનુમાનજી, તું મારો ખરો સપૈઈ જી.

રામ લક્ષ્મણ ઊઠીને મળ્યા.

પાટ પીતામ્બર અગમ ધોતિયાં, પરભુ ઘરે કમી નથી કંઈ

વાટી ઘૂંટીને અંગ લગાડ્યા, તારે કેશર કટોરે મહી

લાલજી તું મારો ખરો સપૈઈ હનુમાનજી, તું મારો ખરો સપૈઈ જી.

હનુમાનજીને તેલ ચડે છે તેના પર ગીત.

કે માતા જાનકી સુણો રાજા રઘુવીર હજુ લગણ ખબર નથી થઈ

સુર સામી કે’ પરભુ તમારી મિલકત કુ જે માગો

તું મારો ખરો સપૈઈ હનુમાનજી, તું મારો ખરો સપૈઈ જી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959