hanumanjino rasDo 2 - Lokgeeto | RekhtaGujarati

હનુમાનજીનો રાસડો - ૨

hanumanjino rasDo 2

હનુમાનજીનો રાસડો - ૨

જી હરિનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

જી રામનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

સાતપાનકો બીડો મગાયો, સોના સીસ લગાયો,

બીડા સભામાં ભરિયો, આટલી સભામાં કુણે ઉઠાવ્યો, હનુમાનજી.

જી રામનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

જી હરિનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

બીડો તારા મુખમાં ધરિયો, શરમાં ઝુઝબો લાયા

વળી સમુદર-પનઘટ જઈને આસન વાળ્યાં

તમે હનુમાનજી.

જી રામનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

જી હરિનો બીડા તો ઉઠાયો તમે હનુમાનજી!

પાણી ભરીને પાણિયારી પૂછે, કોક જનાવર આવ્યો,

પાણી ભરીને પાણિયારી પૂછે, કોક જનાવર આવ્યો,

જે દેશથી સીતમા લાવ્યા, તે દેશનો કોઈ વનેચા આવ્યો

તમે હનુમાનજી.

જી રામનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

જી હરિનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

એટલી બાત સુની હનુમાનજી સુણી કૂદી બાગમાં આવ્યો,

જે તરોવર સીતમૈયાજી તરોવર ઝટ અંગૂઠો કાઢ્યો

તમે હનુમાનજી.

જી રામનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

જી હરિનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

અંગૂઠી દેખીને સીતમા રોયાંજી, માતાજીને નયણે ઝાઝાં નીરજી

વાટે આવતાં રામને મારી નાખ્યા એવી સીતાની કલ્પના

અનહઠ પનહઠ જઈ હનુમાનજી, શરણુંમાં શીશ નમાયા,

તુલસીદાસ આશા રઘુવીરકી, સતીએ સંદેશો કંઈ આલ્યો

તમે હનુમાનજી.

જી રામનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

જી હરિનો બીડો તો ઉઠાયો તમે હનુમાનજી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959