hanumanjino rasDo 1 - Lokgeeto | RekhtaGujarati

હનુમાનજીનો રાસડો - ૧

hanumanjino rasDo 1

હનુમાનજીનો રાસડો - ૧

હાં નૈં આલું રે તને રામસંગાથી, નૈં સરજુગા તેરા

નૈં આલું રે તને રામસંગાથી ક્યાંથી આવ્યો સુધીરા

તારા દુર્બળ દેખું શરીરા હો હો વીરા, નૈં બાલું તને

પુરી અજોધ્યો નૈં સરજુગા તેરા

અગ્નિકો જાયો દૂત રઘુવીર નામ હનુમાન વીરો

મુદ્રિકા લાવ્યો મારા નાથની મટાડી નાખું તારી પીડા.

કે’ તો મૈયા મને ભૂખ લાગી, ચીની સાથે લડું

પડ્યું પટક્યાં ફળ વીણી ખાજો, રે’ જો ધીરા ધીરા

વાડીરાખા છે, ભરખી જાશો શરીરા,

જી તારા દુર્બળ દેખું શરીરા હો હો વીરા

સાત સમદરમાં જળ ભરિયાં, જોધા રખવાળા

સો જોદ્ધાકું માર હઠાવું પી જાઉં સમદર પાણી

હકમ નથી મારા નાથનો જી! લંકા કરત ધૂળધાળી

કોટ લંગર પર લખમણ ચડિયા, ફરતા ડેરા દીધા

તુલસીદાસ આશા રઘુવીરકી, આપણા ભઈ છે સધીરા

તારા દુર્બળ દેખું શરીરા હો હો વીરા

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959