haldi te malawDe - Lokgeeto | RekhtaGujarati

હળદી તે માળવડે

haldi te malawDe

હળદી તે માળવડે

હળદી તે માળવડે હમળાયા બડા રાજ,

હરજી ઢોળ્યો જીરેજી.

હળદી તે તાકડીયે તોલાયા બડા રાજ,

હરજી ઢોલ્યો જીરેજી.

હળદી તે ભાઠુલે ભગાયા બડા રાજ,

હરજી ઢોળ્યો જીરેજી.

હળદી તે વાટકડે ઘુંટાયાં બડા રાજ,

હરજી ઢોળ્યો જીરેજી.

હળદી તે વાટકડે દેવાયાં બડા રાજ,

હરજી ઢોળ્યો જીરેજી.

રસપ્રદ તથ્યો

વર કન્યાનાં લગ્ન લેવાયા બાદ બજારમાંથી બળદ ખરીદી લાવતી વેળા આ ગીત ગાવામાં આવે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957