halarun - Lokgeeto | RekhtaGujarati

હાલરું

halarun

હાલરું

ક્યા ભાઈને આંગણે શીળી લીમડી રે લોલ.

ક્યા ભાઈનો કુંવર રુવે પારણે રે લોલ.

ફૂલાભાઈનો કુંવર રુવે પારણે રે લોલ.

જીવાભાઈનો કુંવર ગાશે હાલરાં રે લોલ.

રાજાભાઈનો કુંવર ગાશે હાલરાં રે લોલ.

કીયા ભાઈના ઓરડા સામાસામી રે લોલ.

મહીજીભાઈના ઓરડા સામાસામી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 227)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957