વધાઈ
wadhai
આજ મારે ઘેર વાગિયા જાંગી રે
કૃષ્ણ સોહાગી બાઈ! મારું આંગણું.
ઓળોળોળો હાલ્ય.....હાલાં!
આજ મારે ઘેર અતિ ઘણો આનંદ,
રાણી રૂક્ષ્મણીનો વર પારણે.
કો’તો નાથજી! અંગ ગોરાં કરું,
વાળી ગૂંઝે ભરું દેવને દાળિયા.
આવો તો નાથજી! પ્હેરાવું જગા રે,
તમ પે વ્હાલા સગા બીજા કોઈ નથી.
આવો તો નાથજી! પ્હેરાવું ઝૂલી રે,
દર્શન ભૂલી દેવ! હું તાહરાં!
aaj mare gher wagiya jangi re
krishn sohagi bai! marun anganun
olololo halya halan!
aj mare gher ati ghano anand,
rani rukshmnino war parne
ko’to nathji! ang goran karun,
wali gunjhe bharun dewne daliya
awo to nathji! pherawun jaga re,
tam pe whala saga bija koi nathi
awo to nathji! pherawun jhuli re,
darshan bhuli dew! hun tahran!
aaj mare gher wagiya jangi re
krishn sohagi bai! marun anganun
olololo halya halan!
aj mare gher ati ghano anand,
rani rukshmnino war parne
ko’to nathji! ang goran karun,
wali gunjhe bharun dewne daliya
awo to nathji! pherawun jaga re,
tam pe whala saga bija koi nathi
awo to nathji! pherawun jhuli re,
darshan bhuli dew! hun tahran!



હાલરડામાં પ્રત્યેક કડીને છેડે ‘ઓળોળોળો હાલ્ય...હાલાં’ બોલવાનું હોય છે. (છાપતી વખતે એ રાખ્યું નથી.)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959