hakan thay to - Lokgeeto | RekhtaGujarati

હકન થાય તો

hakan thay to

હકન થાય તો

હકન થાય તો ઢોલીડા ઢળાવજો. (2)

નૈ થાય તે પાસા રે ફેરજો. (2)

હકનીયાં થાય તો હુકલા રે ભરજો. (2)

નૈ થાય તે પાસા રે ફેરજો. (2)

હકનીયાં થાય તો સોકલા ખંડાણજો. (2)

નૈ થાય તે પાસા રે ફેરજો. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957