haiyar hele - Lokgeeto | RekhtaGujarati

હૈયાર હેલે

haiyar hele

હૈયાર હેલે

હલેસાં, હૈયાર હેલે!

સોબેલા, હૈયાર હેલે!

એલે, યાલા, હૈયાર હેલે!

આવ્યા ફાગડ, હૈયાર હેલે!

જીવની કરાર, હૈયાર હેલે!

દીવની દંગી, હૈયાર હેલે!

માછલો ભંગી, હૈયાર હેલે!

માછીડો મેલો, હૈયાર હેલે!

ચવડા પે’લો, હૈયાર હેલે!

ચવડું ચાલે, હૈયાર હેલે!

બેટના બંદર, હૈયાર હેલે!

આપ્યા ભારે, હૈયાર હેલે!

ભારાના દોરે, હૈયાર હેલે!

વાટમાં મરિયો, હૈયાર હેલે!

વાણિયો નોરી, હૈયાર હેલે!

નોર વધારી, હૈયાર હેલે!

ભાજી ને પાણી, હૈયાર હેલે!

તેલે વઘારી, હૈયાર હેલે!

તેજમ તૂરી, હૈયાર હેલે!

ભરી કસ્તૂરી, હૈયાર હેલે!

કસકા ભારા, હૈયાર હેલે!

જમને વાલા, હૈયાર હેલે!

જમ જુગારી, હૈયાર હેલે!

કાબો હજારી, હૈયાર હેલે!

કાબા ને કાઠી, હૈયાર હેલે!

ગુજર વાવટી, હૈયાર હેલે!

ગુજર ગામ, હૈયાર હેલે!

ભરી સભામાં હૈયાર હેલે!

ધણીને નામ, હૈયાર હેલે!

આપડો ધણી, હૈયાર હેલે!

હિંમત ઘણી, હૈયાર હેલે!

હિંમતે રસૂલ, હૈયાર હેલે!

ખારવા ખેરે, હૈયાર હેલે!

સાંજના કબૂલ, હૈયાર હેલે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 286)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957