સુરત શે’રની સાડી
surat she’rani saDi
સુરત શે’રની સાડી પઈણા પેટારામાં ઘાલી રે,
જરી એક પે’રવા દેરે પઈણા જાનમાં જવાની રે;
હં અં ઓવ્વે રે પઈણા જાનમાં જવાની રે!
મુંબઈ શે’રની નથલી પઈણા પેટારામાં ઘાલી રે,
જરી એક પે’રવા દેરે પઈણા જાનમાં જવાની રે;
હં અં ઓવ્વે રે પઈણા જાનમાં જવાની રે!
વલસાડ શે’રની વીંટી પઈણા પેટારામાં ઘાલી રે,
જરી એક પે’રવા દે રે પઈણા જાનમાં જવાની રે;
હં અં ઓવ્વે રે પઈણા જાનમાં જવાની રે!
surat she’rani saDi paina petaraman ghali re,
jari ek pe’rawa dere paina janman jawani re;
han an owwe re paina janman jawani re!
mumbi she’rani nathli paina petaraman ghali re,
jari ek pe’rawa dere paina janman jawani re;
han an owwe re paina janman jawani re!
walsaD she’rani winti paina petaraman ghali re,
jari ek pe’rawa de re paina janman jawani re;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957