sarkari bawri waDhayli re, - Lokgeeto | RekhtaGujarati

સરકારી બાવરી વઢાયલી રે,

sarkari bawri waDhayli re,

સરકારી બાવરી વઢાયલી રે,

સરકારી બાવરી વઢાયલી રે,

મા પેલી સરકારી બાવરી વઢાયલી.

કાંટો ભાંઈગો ઝેરી રે,

મા પેલી સરકારી બાવરી વઢાયલી!

ડાકટર બોલાવો લે’રી રે.

મા પેલી સરકારી બાવરી વઢાયલી!

કાંટો કઢાવો ઝેરી રે,

મા પેલી સરકારી બાવરી વઢાયલી!

બઈરો કાંટો બઈરું જીવવાનું,

ભઈરા સંસારમાં લાખી રે

મા પેલી સરકારી બાવરી વઢાયલી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957