pori tun kan geili madhrat - Lokgeeto | RekhtaGujarati

પોરી તું કાં ગેઈલી મધરાત

pori tun kan geili madhrat

પોરી તું કાં ગેઈલી મધરાત

પોરી તું કાં ગેઈલી મધરાત રે,

પોઈ રે રડીને કાઢી રાત.

પોઈ રે રડીને કાઢી રાત રે,

કાકીના બારણમાં બોરડી.

કાકીના બારણામાં બોરડી રે,

હું તો બોર ખાવા જેઈલી.

હું તો બોર ખાવા જેઈલી રે,

સારી ડાળી જોઈ ચડી.

સારી ડાળી જોઈ ચડી રે,

ડાળી કડાક દઈ બોલી.

ડાળી કડાક દઈ બોલી રે,

હું તો ભદાક દઈ પડી.

હું તો ભદાક દઈ પડી રે,

કાકી સીધવો લઈ દોડી.

કાકી સીધવો લઈ દોડી રે,

હું તો જીવ લઈને નાઠી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957