jhajheri bawriman geili - Lokgeeto | RekhtaGujarati

ઝાઝેરી બાવરીમાં ગેઈલી

jhajheri bawriman geili

ઝાઝેરી બાવરીમાં ગેઈલી

ઝાઝેરી બાવરીમાં ગેઈલી અઈલા રેવલા,

ઝાઝેરી બાવરીમાં ગેઈલી રે લોલ!

ઇંધણનો ભારો લાવી અઈલા રેવલા,

ઈંધણનો ભારો લાવી રે લોલ!

ભારો વેચીને પૈસા લાવી અઈલા રેવલા,

ભારો વેચીને પૈસા લાવી રે લોલ!

પારસીને પીઠે ગેઈલી અઈલા રેવલા,

પારસીને પીઠે ગેઈલી રે લોલ!

પૈસાનો દારૂ પીધો અઈલા રેવલા,

પૈસાનો દારૂ પીધો રે લોલ!

સવાયાનાં ખાધાં ભજિયાં અઈલા રેવલા,

સવાયાનાં ખાધાં ભજિયાં રે લોલ!

ભજિયાં ખાધાં ને દારૂ ચઈડો અઈલા રેવલા,

ભજિયાં ખાધાં ને દારૂ ચઈડો રે લોલ!

પીધેલી એલફેલ બોલે અઈલા રેવલા,

પીધેલી એલફેલ બોલે રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957