mohanji - Lokgeeto | RekhtaGujarati

મોહનજી

mohanji

મોહનજી

ગોકુળમાં ગૌધેન ચારી મોહનજી,

ચોરીને દહીં દૂધ ખાધાં હો જી;

ગોકુળમાં ગૌધેન ચારી મોહનજી.

મોર્યો તરણાવત પાપી મોહનજી,

માશી તે પૂતના મારી હો જી;

ગોકુળમાં ગૌધેન ચારી મોહનજી.

કંસ–ચારણના કાળ કહેવાયા,

પાળક તે પાંડવ કેરા હો જી;

ગોકુળમાં ગૌધેન ચારી મોહનજી.

ગોપ-ગોપીઓના વા’લા મોહનજી,

વનરાવનના તો વાસી હો જી;

ગોકુળમાં ગૌધેન ચારી મોહનજી.

દુવારકા નગરી થાપી મોહનજી,

જાદવનાં કુળને તાર્યાં હો જી;

ગોકુળમાં ગૌધેન ચારી મોહનજી;

ચોરીને દહીં દૂધ ખાધાં હો જી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 217)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968