mohan makhan khay - Lokgeeto | RekhtaGujarati

મોહન માખણ ખાય

mohan makhan khay

મોહન માખણ ખાય

મારે ઘેર આવોને મોહનજી, મીઠાં માખણ ખાવા જો;

મુજ પર મહેર કરીને કા’ના, આવો પ્રેમરસ પાવા જો.

પ્રભુજી મારે ઘેર પધારિયા, મારે થઈ આનંદની હેલી જો;

વાલમનું મુખડું દેખીને, હું હરખે થઈ ઘેલી જો.

દહીં દૂધની ટેવ વા’લીને, મહી મીઠડાં બહુ ભાવે જો;

માખણ કાજે વા’લો મારો, પાછળ ભમતો આવે જો.

શીંકેથી ગોરસ ઉતારૂં ત્યાં, વા’લો છાનો છપનો આવે જો;

આડું અવળું જોઉં ત્યાં તો, મોહન માખણ ખાય જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 223)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968