mahiyari - Lokgeeto | RekhtaGujarati

મહિયારી

mahiyari

મહિયારી

સો મણ ઘઉં લઈ સોવા બેઠી, એક કાંકરો કાઢ્યો લાલ;

મારું નામ મૈયારી લાલ; શામળિયા!

સો મણ ઘઉં લઈ દળવા બેઠી, પલકમાં દળી કાઢ્યા,

મારું નામ મૈયારી લાલ; શામળિયા!

સો મળ લોટનો લચકો બાંધ્યો, એકલડીએ ટટકાર્યો લાલ,

મારું નામ મૈયારી લાલ; શામળિયા!

સો મણ લોટનું ચૂરમું કીધું, એકલડીએ ટટકાર્યું લાલ,

મારું નામ મૈયારી લાલ; શામળિયા!

સો મણ લોટનો ઢેબો બનાવ્યો, એકલડીએ ટટકાર્યો લાલ,

મારું નામ મૈયારી લાલ; શામળિયા!

સો મણ લોટનો શેરો શેકાવ્યો, એકલડીએ ટટકાર્યો લાલ;

મારું નામ મૈયારી લાલ; શામળિયા!

સો મણ લોટની થુલી બનાવી, એકલડીએ ટટકારી લાલ,

મારું નામ મૈયારી લાલ; શામળિયા!

સો મણ લોટના રોટલા ઘડ્યા, રોટલા કૂતરે નીર્યા લાલ,

મારું નામ મૈયારી લાલ; શામળિયા!

રસપ્રદ તથ્યો

આ ગીત વિરમગામ તાલુકાના કરકથળ ગામના રતનબહેન પાસેથી મળેલ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968