gothan mari - Lokgeeto | RekhtaGujarati

ગોઠણ મારી

gothan mari

ગોઠણ મારી

આયો આઠમનો મેળો,

ગોઠણ મારી, આયો આઠેમનો મેળો;

ગોઠણ મારી, વેલેરી હાબદી થાજે.

લીલી અટલસનું કાપેડું

ગોઠણ મારી, લીલી અટલસનું કાપેડુ,

ગોઠણ મારી પે’રી હાબદી રજે;

ગોઠણ મારી વે’લેરી હાબદી થજે;

આયો આઠેમનો મેળો.

અવરચંદીની તારી ઓઢણી,

ગોઠણ મારી, અવરચંદીની તારી ઓઢણી;

ગોઠણ મારી, ઓઢીન હાબદી થાજે;

ગોઠણ મારી, વે’લેરી હાબદી થાજે;

આયો આઠેમનો મેળો.

ફૂલ ફગરનો તારો ઘાઘેરો,

ગોઠણ મારી, ફૂલફગરનો તારો ઘાઘેરો;

ગોઠણ મારી, પે’રીને હાબદી થાજે;

ગોઠણ મારી, વે’લેરી હાબદી થાજે;

આયો આઠેમનો મેળો.

રાતા કંકુનો ચાંદલો,

ગોઠણ મારી, રાતા કંકુનો ચાંદલો;

ગોઠણ મારી, માંડીને હાબદી થજે;

ગોઠણ મારી, વે’લેરી હાબદી થજે;

આયો આઠેમનો મેળો.

રાતા મોતીનું ટોંપિયું

ગોઠણ મારી, રાતા મોતીનું ટોંપિયું;

ગોઠણ મારી, પે’રી હાબદી થજે;

ગોઠણ મારી, વે’લેરી હાબદી થજે;

આયો આઠેમનો મેળો.

પીળાં મોતીની કંઠિયું

ગોઠણ મારી, પીળાં મોતીની કંઠિયું;

ગોઠણ મારી, પે’રીન હાબદી થજે;

ગોઠણ મારી, વે’લેરી હાબદી થજે;

આયો આઠેમનો મેળો.

તારી ગોઠ્યુંનો હંગાથ કરજે,

ગોઠણ મારી, ગોઠણ્યુંનો હંગાથ કરજે,

ગોઠણ મારી, હંગાથ કરીને મેળે જજે;

ગોઠણ મારી, વે’લેરી હાબદી થજે;

આયો આઠેમનો મેળો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968