garbo kone re korawyo - Lokgeeto | RekhtaGujarati

ગરબો કોણે રે કોરાવ્યો

garbo kone re korawyo

ગરબો કોણે રે કોરાવ્યો

ગરબો કોણે રે કોરાવ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો શંકરે કોરાવ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો કોણ છે ઝીલનાર, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો પારવતીજી લેનાર, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબાને નવરંગી છે ભાત, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો કોણે રે કોરાવ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો રામે રે કોરાવ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો કોણ છે ઝીલનાર, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો સીતાજી ઝીલનાર, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબાને નવરંગી છે ભાત, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો કોણે રે કોરાવ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો શ્રી કૃષ્ણે કોરાવ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો કોણ છે ઝીલનાર, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો રાધાજી ઝીલનાર, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબાને નવરંગી છે ભાત, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો કોણે રે કોરાવ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો બ્રહ્માએ કોરાવ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો કોણ છે ઝીલનાર, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો બ્રહ્માણી ઝીલનાર, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબાને નવરંગી છે ભાત, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો ચાચર ચોકે મેલ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો દેવ દેવોએ વખાણ્યો, કે નંદજીના લાલજી રે લોલ.

ગરબો ચાચર ચોકે ગવાયો, કે નંદજીના લાલજી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 262)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968