resamati dhotiya dhotiya - Lokgeeto | RekhtaGujarati

રેસમતિ ધોતિયા ધોતિયા

resamati dhotiya dhotiya

રેસમતિ ધોતિયા ધોતિયા

રેસમતિ ધોતિયા ધોતિયા ગોરભાઈ નાવા ધોતિયા,

નાહી ધોઈ ઊભી રહી પગલાં ગણતી જાય રે!

એક પગલું સરી જાય ગોરભાઈ ઘેર કેમ જાય?

ખારકડાની ખીર વરી મોતીડાનો ભાત વર્યો!

મારો હીરલો જમવા આવ્યો બેની ઘેર કેમ જાય?

શંકરની પાછળ ગોરભાઈ માંડી ધન ધનિયામાં.....!

ધન ધનિયામાં.....!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963