akashmanthi urtya re - Lokgeeto | RekhtaGujarati

આકાશમાંથી ઊર્ત્યા રે

akashmanthi urtya re

આકાશમાંથી ઊર્ત્યા રે

આકાશમાંથી ઊર્ત્યા રે ભોળી ભવાની મા!

ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની મા!

નોતર્યા પુષ્કરભાઈને ઓરડે રે ભોળી ભવાની મા!

ખીરખાંડને ગળ પાપડી રે ભોળી ભવાની મા!

ઉપર પાપડાનો કકડો રે ભોળી ભવાની મા!

એવા શશીકલા વહુનો કૂકડો રે ભોળી ભવાની મા.!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963