agar chandanni Dhankni - Lokgeeto | RekhtaGujarati

અગર ચંદનની ઢાંકણી

agar chandanni Dhankni

અગર ચંદનની ઢાંકણી

અગર ચંદનની ઢાંકણી, વવ શું કરતાં નંદવાણી જો,

નાના દિયેરિયાને પીરસતા, મારા હાથમાંથી વસુટી રે!

દઢાંકણી ફૂટી તો વવ ભલે ફુટી, હવે મેલો ઘરની માયા જો,

ઘરની માયા તે કેમ કરી મેલું, શીદ ખાતા’તા ચોખા જો,

પાળે બેઠું’તું એક પંખીડું મારો સંદેશો લઈ જાયે રે,

મારા દાદાને જઈ એટલું કે’જો, દીકરી વનડા વેઠે જો.

ખરા બપોરે મારો દાદો આવ્યા, નવ નવ વેલ્યુ લાવ્યા રે,

તારી વેલુને હું શું રે કરૂં, દાદા, દીકરીના મેણાં ભાંગો જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963