tari dudoji damoji bhai re - Lokgeeto | RekhtaGujarati

તારી દુદોજી દામોજી ભાઈ રે

tari dudoji damoji bhai re

તારી દુદોજી દામોજી ભાઈ રે

તારી દુદોજી દામોજી ભાઈ રે ડામેરિયા;

ને હટ્ટું રે ભીયા નૈ હટું (2)

તારી ‘આલી’ કેરી ભાલડી મંગાડે રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી હગરાપોરનો હરીયો મંગાડે રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી ખાંતે ખાંતે હરીયો વહરાવે રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી ખાંતે ખાંતે કામઠું નંદરાવે રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી કાળી કેરો ભાઠો મંગાડે રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી ખાંતે ખાંતે ભાલડી નીહાણે રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી ઉદાં નગરાં સતાં ફેરે રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી દીદો નગારિયો ડકો રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી ધાડ્યાંની પીપે રે ધાડ્યાં ભેળી રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી સાટવે સડીને હેરાં ઘાલ્યાં રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી હેરી સે લીલવા કેરી રાડી રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી લીદી સે લીલવા કેરી રાડી રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી બોરાં ખાતાં બોકડી લીદી રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી ડોબેણાંથી ડોબા7 લીદા રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી માળે સરતી ગાવડી લીદી રે ડામેરિયા;

નૈ હટ્ટું રે ભીયા નૈ હટ્ટું (2)

તારી ગોખલેંથા ગરેણાં લીદા રે ડામેરિયા;

નૈ હટ્ટું, રે ભીયા નૈ હટ્ટું (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957