kali kathar kalan jalan - Lokgeeto | RekhtaGujarati

કાળી કથાર કાળાં જાળાં

kali kathar kalan jalan

કાળી કથાર કાળાં જાળાં

કાળી કથાર કાળાં જાળાં રે સાલ સોરી (2)

કથારા ખાવેનું મન થાયુ રે સાલ સોરી (2)

કથારા ખાદાંને માયા લાગી રે સાલ સોરી (2)

માયા લાગીને જાતાં રીયે રે સાલ સોરી (2)

જાતાં રેહુ ને હું ખાહુ રે સાલ સોરી (2)

જાહુ ઉજાણી પાલે રે સાલ સોરી (2)

તાં સે મારેડો મામો રે સાલ સોરી (2)

મામો જાણરે ને પાસા ફેરહે રે સાલ સોરી (2)

રસપ્રદ તથ્યો

આ પ્રેમ ગીત છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957