halesan martan - Lokgeeto | RekhtaGujarati

હલેસાં મારતાં

halesan martan

હલેસાં મારતાં

લાયાં મોતી રે લોબાની સામિયાં માલેક

લોંડીને ચરખે પિલાણી સામિયાં માલેક

લોંડીને આસી રે દરિયા સામિયાં માલેક

આસી ખબર ખેરિયાણી સામિયાં માલેક

વાત માંડુ ભોમિયાની સામિયાં માલેક

ભમે મારું ભમ ચિરા સામિયાં માલેક

છાતી ઉપર હાથ મેરા સામિયાં માલેક

છાતીને મેલો તપાસી સામિયાં માલેક

પીંગડીનાં પીંગ બારાં સામિયાં માલેક

નાયલા ઘોડી હમારા સામિયાં માલેક

ખારવા કરે બિચારા સામિયાં માલેક

ખારવા માગે ખેરસલ્લા સામિયાં માલેક

આપડી આપદાના ભારા સામિયાં માલેક

આપદા થકી દાંય મલ્લા સામિયાં માલેક

દાંય ભુલાણી ને સલ્લા સામિયાં માલેક

તું મારું સલમા વદીના સામિયાં માલેક

અલ્લા ગોબા નરસંઈના સામિયાં માલેક

મુંબઈ સુરત પારસીના સામિયાં માલેક

પારસી દાંડે હો દાયરા સામિયાં માલેક

ગબીઆં ઊંધા મરાવ્યાં સામિયાં માલેક

પરબની વાળાને કહીએ સામિયાં માલેક

દસ્તૂરી ખેંચીને લઈએ સામિયાં માલેક

તાણે મક્કા સાજ લીના સામિયાં માલેક

સાહેબ કેરા નામ લીના સામિયાં માલેક

જાઉં સબીલાના બંદર સામિયાં માલેક

સવાની સપરીમાં ટંડેલ સામિયાં માલેક

ટંડેલી દાઉદ મૂસા સામિયાં માલેક

મૂસાએ ખાધી દલાલી સામિયાં માલેક

એક વાર રૂઠ્યા મહંમદ સામિયાં માલેક

અલ્લાએ વ્હાણામાં સખી સામિયાં માલેક

ઊંચકી ગામતમાં નાખી સામિયાં માલેક

ગામત બંગાલાના સફર સામિયાં માલેક

સફરી આવલ વદીના સામિયાં માલેક

નામણાં લેજો હરિનાં સામિયાં માલેક

હરિ પોતે રામ રાજા સામિયાં માલેક

આપડી ઓદારીમાં હાંજા સામિયાં માલેક

ઓદારી સારી સલામત સામિયાં માલેક

મલબારી મુસલ કમાના સામિયાં માલેક

બેડલી, જા રે સલામત સામિયાં માલેક

બેલ્લી હલકી ને ફલકી સામિયાં માલેક

જાતે બગાડીને લડકી સામિયાં માલેક

લડકીના ગુઆ દલાસા સામિયાં માલેક

જલમે લાંબા ને મૂસા સામિયાં માલેક

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957