aawya re muwaDiya lok - Lokgeeto | RekhtaGujarati

આવ્યા રે મુવાડિયા લોક

aawya re muwaDiya lok

આવ્યા રે મુવાડિયા લોક

આવ્યા રે મુવાડિયા લોક ઝાંપે મોર બોલ્યો.

નીકળી રે માર હીરકી બેન ઝાંપે મોર બોલ્યો.

આયા રે પીયરિયા લોક ઝાંપે મોર બોલ્યો.

નીકળ્યો રે માર હડ્યો જમાઈ ઝાંપે મોર બોલ્યો.

આયા રે હાહરિયા લોક ઝાંપે મોર બોલ્યો.

ઢોલીડા ઢળાવ હુકલા ભર ઝાંપે મોર બોલ્યો.

સુકલા રાંદ પાથરણાં પાથર ઝાંપે મોર બોલ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957