સેજ પલંગ
sej palang
મોર બોલે મધુરા રાતે, કે નિંદરા ન આવે,
હું તો સુતી’તી સેજ પલંગ, કે નિંદરા ના આવે;
હું તો ગઈ’તી ઘનશ્યામના મંદિર, કે હાર મારો હરી લીધો રે;
મોર બોલે મધુરા રાતે, કે નિંદરા ના આવે,
હું તો ગઈ’તી ગોપીનાથના મંદિર, કે હાર હરી મારો લીધો રે;
મોર બોલે મધુરા રાતે, કે નિંદરા ના આવે,
હું તો ગઈ’તી ઘેલાના ઘાટે, કે હાર મારો હરી લીધો રે;
મોર બોલે મધુરા રાતે, કે નિંદરા ના આવે,
હું તો સુતી’તી સેજ પલંગ, કે નિંદરા ના આવે,
mor bole madhura rate, ke nindra na aawe,
hun to suti’ti sej palang, ke nindra na aawe;
hun to gai’ti ghanashyamna mandir, ke haar maro hari lidho re;

hun to gai’ti gopinathna mandir, ke haar hari maro lidho re;

hun to gai’ti ghelana ghate, ke haar maro hari lidho re;

hun to suti’ti sej palang, ke nindra na aawe,

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 63)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968