rukhaD bawa tun halwo halwo halya jo - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો

rukhaD bawa tun halwo halwo halya jo

રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો

રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો,

ગરબાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.

જેમ ઝળુંબે મોરલીને માથે નાગ જો, ગરબાનેo

જેમ ઝળુંબે કૂવાને માથે કોસ જો, ગરબાનેo

જેમ ઝળુંબે બેટા ને માથે બાપ જો, ગરબાનેo

જેમ ઝળુંબે નરને માથે નાર જો, ગરબાનેo

જેમ ઝળુંબે ગોપીને માથે કાન જો, ગરબાનેo

જેમ ઝળુંબે ધરતી માથે આભ જો. ગરબાનેo

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 266)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981