parshottam mahino na’ya - Lokgeeto | RekhtaGujarati

પરશોત્તમ મહિનો ના’ય

parshottam mahino na’ya

પરશોત્તમ મહિનો ના’ય

સવારમાં ઊઠીને ના’વા રે હાલી, ભામણ પાછા જાય;

ગોપિયું પરશોત્તમ મઈનો ના’ય.

ઘી રે તાવીને ઘાડવો રે ભરતી, દીવા વન્યાની પૂજવા જાય;

ગોપિયું પરશોત્તમ મઈનો ના’ય.

ઘઉં રે ચોખાની કોઠિયું ભરિયું, જાર્યની ચપટી લઈને જાય;

ગોપિયું પરશોત્તમ મઈનો ના’ય.

ગાયું ને ભેંશ્યુંનાં ઘમ્મર વલોણાં, પાણીનો કળસ્યો ભરી જાય;

ગોપિયું પરશોત્તમ મઈનો ના’ય.

ખોરી સોપારી દેવને ચડાવતી. સારી ભાંગીને ખાય;

ગોપિયું પરશોત્તમ મઈનો ના’ય.

ડેલું રે દઈને રાંધવા બેઠી, ભાણેજ ભૂખ્યાં જાય;

ગોપિયું પરશોત્તમ મઈનો ના’ય.

નૈ રે સાસુ, નૈ નણદી અમારે, લાડુ બનાવ્યા બે ને ચાર;

ગોપિયું પરશોત્તમ મઈનો ના’ય.

ટાઢા તે ટૂકડા સાથીને દેતી, એકલી લાડવા ખાય;

ગોપિયું પરશોત્તમ મઈનો ના’ય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968