ghasiyun katwa geili - Lokgeeto | RekhtaGujarati

ઘાસિયું કાટવા ગેઈલી

ghasiyun katwa geili

ઘાસિયું કાટવા ગેઈલી

ઘાસિયું કાટવા ગેઈલી ઝવેરી,

ઘાસિયું કાટવા ગેઈલી રે લોલ!

માથે છે ઘાસની પૂળી ઝવેરી,

હાથે છે પાનનાં બીડાં રે લોલ!

ઊભી બજારે ગેઈલી ઝવેરી,

ઊભી બજારે ગેઈલી રે લોલ!

પાંચી પર મન મો’યાં ઝવેરી,

પોંચી પર મન મો’યાં રે લોલ!

ઘૂઘરી છુમછુમ બોલે ઝવેરી,

ઘૂઘરી છુમછુમ બોલે રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957