ઉંસી મેડી નીસી મેડી ભડકીયાં કમાડાં રે,
આવો બાપ બેહો બાપા ઢોલીડા ઢલાવું રે,
ઢોલીડા ઢલાવું બાપા હુકલા ભરાવું રે, (2)
આવો માડી બેહો માડી જાજમે પથરાવું માડી,
જાજમે પથરાવું માડી સોકલા ખંડાવું રે,
સોકલા ખંડાવું માડી થાળીયેં મંજાવું રે,
સોકલા રંદાડું માડી સોકલા હેળવાડું રે,
સોકલા હેળવાડું માડી હાથલડા ધોવાડું રે,
હાથલડા ધોવાડું માડી સોકલડા જમાડું રે.
unsi meDi nisi meDi bhaDkiyan kamaDan re,
awo bap beho bapa DholiDa Dhalawun re,
DholiDa Dhalawun bapa hukla bharawun re, (2)
awo maDi beho maDi jajme pathrawun maDi,
jajme pathrawun maDi sokla khanDawun re,
sokla khanDawun maDi thaliyen manjawun re,
sokla randaDun maDi sokla helwaDun re,
sokla helwaDun maDi hathalDa dhowaDun re,
hathalDa dhowaDun maDi sokalDa jamaDun re

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 134)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957