garbanan amantran - Lokgeeto | RekhtaGujarati

ગરબાનાં આમંત્રણ

garbanan amantran

ગરબાનાં આમંત્રણ

ક્યા ભાઈની ગોરી,

તમે ગરબે રમવા આવો, હો નંદલાલજી!

મોટાભાઈની ગોરી,

તમે ગરબે રમવા આવો, હો નંદલાલજી!

ગરબે રમવા આવું પણ રાત અંધારી હો નંદલાલજી!

અંધારી રાતે પણ દીવલા મેલાવું હો નંદલાલજી!

ગરબે રમવા આવું પણ કાંકરા ખૂંચે હો નંદલાલજી!

કાંકરા ખૂંચે પણ મોજડી પે’રાવું હો નંદલાલજી!

મારો પાવડી પગ લપઈસો

મારા પગની નેવડ વાગી,

મારી સૂતી નણદી જાગી

મને બહુ પાપ લાગ્યું!

હો નંદલાલજી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957