kaanudaa taaraa manmaan nathii - Lokgeeto | RekhtaGujarati

કાનુડા તારા મનમાં નથી

kaanudaa taaraa manmaan nathii

કાનુડા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી

હું તો કાગળિયાં લખી લખી થાકી,

કાનુડા તારા મનમાં નથી.

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,

મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,

પાતળીયા તારા મનમાં નથી.... હું તો......

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,

મારા પાવનિયાં બળી બળી જાય રે,

છોગાળા તારા મનમાં નથી.... હું તો......

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,

મારી ચૂંદલડી ભીંજાઈ ભીંજાઈ જાય રે,

કાનુડા તારા મનમાં નથી.

હું તો કાગળિયાં લખી લખી થાકી,

કાનુડા તારા મનમાં નથી.