ek chalish to daDiya lawyo - Lokgeeto | RekhtaGujarati

એક ચાળીશ તો દાડિયા લાવ્યો

ek chalish to daDiya lawyo

એક ચાળીશ તો દાડિયા લાવ્યો

એક ચાળીશ તો દાડિયા લાવ્યો,

પાવડા લાવ્યો ચાર,

ચોનીલાલ મોઝડીવાળા,

કામનો ના’વ્યો પાર.

પાયા ખોદીને હાથડા દુખ્યા,

ટાઢિયો આવ્યો તાવ,

ચોનીલાલ મોઝડીવાળા,

કામનો ના’વ્યો પાર.

માથડે ટોપી, હાથમાં સોટો,

ફરતો ફેરા નાખ્ય,

ચોનીલાલ મોઝડીવાળા,

કામના ના’વ્યો પાર.

તારો સપૈં તો બવ રે ભૂંડો,

ધોકલા મેલ્યા ચાર,

ચોલીલાલ મોઝડીવાડા,

કામનો ના’વ્યા પાર.

પાંચ રૂપિયા તો રોકડા આલ્યા,

પાયલાનો નૈં પાર,

ચોનીલાલ મોઝડીવાળા,

કામનો ના’વ્યો પાર.

ગોંદરા સુધી ગોંદરે હાંક્યાં,

ચોખે મશન ચાલું થાય,

ચોનીલાલ મોઝડીવાળા,

કામનો ના’વ્યો પાર,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963