e samali, dhamla - Lokgeeto | RekhtaGujarati

એ સમાલી, ધામલા

e samali, dhamla

એ સમાલી, ધામલા

સમાલી ધામલા!

આવો ચાલી ધામલા!

ચાલી બલા ધામલા!

ખારવા ભલા ધામલા!

ખારા પાણી ધામલા!

લેવા તાણી ધામલા!

તાણ ભરાદર, ધામલા!

આવી મહાદર, ધામલા!

આવી ખોદાની, ધામલા!

ખોદાની ખેર, ધામલા!

ધણીની મેર, ધામલા!

ધીંગા ધણી, ધામલા!

રોજી ઘણી, ધામલા!

રોજી દેનાર ધામલા!

સાચા સા’બ, ધામલા!

કૂડી દુનિયા ધામલા!

આંચ ફૂડાની, ધામલા!

પીર માવલાની, ધામલા!

મોબત વાજે, ધામલા!

મોબત ચ્યાંના? ધામલા!

ખાના ખરાબા, ધામલા!

સીદી માલમના, ધામલા!

હાજી કરમાના. ધામલા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 277)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957