e gamna jhample - Lokgeeto | RekhtaGujarati

એ ગામના ઝાંપલે

e gamna jhample

એ ગામના ઝાંપલે

ગામના ઝાંપલે છોટુભાનો બંગલો,

બંગલે લીલા ને પીળા નેજા હોય રે!

ભલો બનાવ્યો તમે બંગલો,

બંગલાની બારિયુમાં કોણ કોણ બેસે?

બંગલામાં બેસશે નવલભાઈ સાહેબ.......એ ગામના.

ભલો બનાવ્યો તમે બંગલો,

બંગલે મોટા મા’રાજ પધારશે.

લેશે લેશે ગરીબ માણસુની ખબર.......એ ગામના.

ભલો બનાવ્યો તમે બંગલો,

બંગલે લીલાપીળા ખટારા આવશે,

મહીં ભરેલા કંઈ બાજરી કેરાં બીજ રે!.......એ ગામના.

ભલો બનાવ્યો તમે બંગલો,

જોયાં જોયાં વડોદરાનાં વૈદડાં,

ના’વે ના’વે મારી કાશીબે’નના વૈતોલ રે!.......એ ગામના.

ભલો બનાવ્યો તમે બંગલો,

રોઝી ઘોડી લઈ શાંતિભાઈ આવિયા,

લેશે લેશે બંગલાની ઓળખ.......એ ગામના.

ભલો બનાવ્યો તમે બંગલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963