e bhalina bhara bandhaw - Lokgeeto | RekhtaGujarati

એ ભલીના ભારા બંધાવ

e bhalina bhara bandhaw

એ ભલીના ભારા બંધાવ

ભલીના ભારા બંધાવ, હેલે ઝાલાં!

કંટાળીને લીખા થાય, હેલે ઝાલાં!

કંટાળી તે લી બજારે જાય, હેલે ઝાલાં!

બજારમાં સાગના સીસા વેચાય, હેલે ઝાલાં!

તેની હો પેટી ઘડાય, હેલે ઝાલાં!

પેટી દરિયો ઝુકાવા જાય, હેલે ઝાલાં!

દરિયો સાગર મા ને બાપ, હેલે ઝાલાં!

એક લે’ર વધારે આપ, હેલે ઝાલાં!

દરિયા સાગરને વધાવી લે, હેલે ઝાલાં!

પેટી કાઢી પેલે પાર, હેલે ઝાલાં!

સુરતના સુથાર બોલાવ, હેલે ઝાલાં!

પેટીના તાળાં તોડાવ, હેલે ઝાલાં!

પેટીમાંથી ધનબાઈ નીકળી, હેલે ઝાલાં!

રાજા દરબાર જો, હેલે ઝાલાં!

રાજાની તો કાળી ગાય, હેલે ઝાલાં!

પાણેરા પૈડીનું ગામ, હેલે ઝાલાં!

ત્યાં ચાલે સંચાનું કામ, હેલે ઝાલાં!

સંચે સંચે વાવી ડાંગી, હેલે ઝાલાં!

ભાટેરાને માર્યા તાણી, હેલે ઝાલાં!

દરિયો સાગર મા ને બાપ, હેલે ઝાલાં!

એક લે’ર વધારે આપ, હેલે ઝાલાં!

રસપ્રદ તથ્યો

પરની ભામણીમાંથી કોઈ સ્પષ્ટ અને કડીબદ્ધ વિચાર કે અર્થ મળતો નથી. તો કેટલીક અબાવાણી માત્ર શ્રમને ભૂલવા જ ગવાતી લાગે છે. તેના બોલ નથી તેમના ધંધાને સ્પર્શતા, નથી તેમના જીવનને સ્પર્શતા કે નથી તેમના તત્ત્વજ્ઞાનને સ્પર્શતા. પણ તેમનાં આ ગીતોમાંથી તેમના જીવનનાં પણ વળાં (Pattern of their Social Order) જોવા મળે છે જુઓ ત્યારે આ ભામણી :

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 280)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957