dushkalna samaynan geet - Lokgeeto | RekhtaGujarati

દુષ્કાળના સમયનાં ગીત

dushkalna samaynan geet

દુષ્કાળના સમયનાં ગીત

ઉસે કહુડે પાણીર પાણી મેવલિયું (2)

હો પડી ગ્યો ઢંઢુકાળ પાણી મેવલિયું (2)

તારી હપના હરકો સાળોર પાણી મેવલિયું (2)

તારી કોઠ્યાં ધાનડ ખૂટ્યાંર પાણી મેવલિયું (2)

હો મનખાં ભૂખેં મરેર પાણી મેવલિયું (2)

તારી કથીર વેસી ખાદુર પાણી મેવલિયું (2)

તારી જગાં વેસી ખાદીર પાણી મેવલિયું (2)

તારી સોરાં ભૂખે મરેર પાણી મેવલિયું (2)

તારી ગરેણાં ખાલી થાયાંર પાણી મેવલિયું (2)

તારી વાણિયાંના સોરાં ધામ્યાંર પાણી મેવલિયું (2)

તારી નદીયા નીર હુક્યાંર પાણી મેવલિયું (2)

હો લીલા લીમડ હુંક્યાર પાણી મેવલિયું (2)

તારી મનખાં તરહે મરેર પાણી મેવલિયું (2)

હો ડગરાં તરહે મરેર પાણી મેવલિયું (2)

તારી કળજુગ આવી લાગ્યોર પાણી મેવલિયું (2)

હો ડુંગરિયે ખડલી હુંકીર પાણી મેવલિયું (2)

તારી પડી ગ્યો ઢંડુકાળર પાણી મેવલિયું (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957