dorDan ubhan khenchtan 1 - Lokgeeto | RekhtaGujarati

દોરડાં ઊભાં ખેંચતાં - ૧

dorDan ubhan khenchtan 1

દોરડાં ઊભાં ખેંચતાં - ૧

ઝુમાલ સે, હેલ્લે ઝુમાલ સે.

લાગી લેઓ રે ઝુમાલ સે.

આખો સમૂહ જોર કરે અને ગાય :

‘ઝાલ્લા ઝુમાલ સે.’

ગવડાવનાર બોલે:

‘પાનનો કીબો રે ઝુમાલ સે’

સામેથી સૌ ગાય:

‘ઝાલ્લા ઝુમાલ સે’

‘મુનારા જોઈને ઝુમાલ સે, ‘ઝાલ્લા.’

‘મેલ્યાં બાર કે ઝુમાલ સે,’ ‘ઝાલ્લા.’

પારકે બેડે ઝુમાલ સે, ઝાલ્લા.

આવી જાગે રે ઝુમાલ સે, ઝાલ્લા.

તલમાં ખેડાં રે ઝુમાલ સે, ઝાલ્લા.

તરતાં તાર રે ઝુમાલ સે, ઝાલ્લા.

જાવાની બેડલે ઝુમાલ સે, ઝાલ્લા.

લચકરવારું રે ઝુમાલ સે, ઝાલ્લા.

લાંબાં લચકર રે ઝુમાલ સે, ઝાલ્લા.

બંદર ખંભાતની ઝુમાલ સે, ઝાલ્લા.

લાંબી ખાડી રે ઝુમાલ સે, ઝાલ્લા.

વાટ જોવાની ઝુમાલ સે, ઝાલ્લા.

ખંભાતની મે’તી રે ઝુમાલ સે, ઝાલ્લા.

એના મહિયરમાં ઝુમાલ સે, ઝાલ્લા.

ઝાઝા વીરા રે ઝુમાલ સે, ઝાલ્લા.

આણલે અણગમતું ઝુમાલ સે, ઝાલ્લા.

પિયર પનોતી ઝુમાલ સે, ઝાલ્લા.

મૂઓ એનો બાજી રે ઝુમાલ સે, ઝાલ્લા.

કૂટવા લાગેલી રે ઝુમાલ સે, ઝાલ્લા.

કુંવારી ફૂટે રે ઝુમાલ સે, ઝાલ્લા.

પરણેલી લૂટે રે ઝુમાલ સે, ઝાલ્લા.

તાપીમાં ભર્યાં પાણી ઝુમાલ સે, ઝાલ્લા.

માણેક મોતી રે ઝુમાલ સે, ઝાલ્લા.

તારાં મોતીને ઝુમાલ સે, ઝાલ્લા.

હૈડે જોતી રે ઝુમાલ સે, ઝાલ્લા.

હૈડાની હેલી રે ઝુમાલ સે, ઝાલ્લા.

ગિયા કાફલાની ઝુમાલ સે, ઝાલ્લા.

મોસમ ગેયલી રે ઝુમાલ સે, ઝાલ્લા.

મોસમડી માપે રે ઝુમાલ સે, ઝાલ્લા.

ઊઈગા ફાગણમાં ઝુમાલ સે, ઝાલ્લા.

લોથારી કાપે રે ઝુમાલ સે, ઝાલ્લા.

લંબાઈમાં લાંબું રે ઝુમાલ સે, ઝાલ્લા.

પાણી ઊંડાં રે ઝુમાલ સે, ઝાલ્લા.

મીઠાઈનો મેવો રે ઝુમાલ સે, ઝાલ્લા.

સાયબી સુરતમાં ઝુમાલ સે, ઝાલ્લા.

જોઈને લેવાનાં ઝુમાલ સે, ઝાલ્લા.

પાણીલાં મીઠાં રે ઝુમાલ સે, ઝાલ્લા.

જાવાના મક્કા રે ઝુમાલ સે, ઝાલ્લા.

ઘોડા—બારીનું ઝુમાલ સે, ઝાલ્લા.

પાણી મીઠું રે ઝુમાલ સે, ઝાલ્લા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957